
પરમ આનંદ અને પ્રેમ સાથે જણાવવાનું કે મારા દિવંગત પિતાના જન્મદિવસે મારા હાસ્યના ચોથા અને ભાવાનુવાદ સાથે ગણીએ તો છઠ્ઠા આદરણીય સ્વ. સ્મૃતિબેન શાહ અને શ્રી શ્રેયાન્સભાઈ શાહને અર્પિત નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત પુસ્તક 'હમ્બો હમ્બો રિલોડેડ'નું વિમોચન કલાસ્મૃતિ ખાતે જય વસાવડા અને સૌમ્ય જોશીના હસ્તે થવા જઈ રહ્યું છે.
લગભગ સોળેક વર્ષની પત્રકારત્વની અને દસેક વર્ષની પુસ્તકલેખનની યાત્રામાં પહેલીવાર મારા કોઈ પુસ્તકનો વિમોચન સમારંભ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપશ્રીને મારી આગ્રહભરી વિનંતી છે કે મારા અંગત અવસર જેવા આ પ્રસંગે હાજર રહી તમે શુભેચ્છા-આશીર્વાદ પાઠવો. સાથે મોકલેલા આમંત્રણ કાર્ડમાં વધુ વિગતો છે.
લગભગ એકાદ કલાકના આ કાર્યક્રમમાં તમારે ખાસ આવવાનું જ છે. કાર્યક્રમના અંતે ચા-નાસ્તો સાથે લઈશું. આવજો જ. ઇન્તેઝાર રહેશે.

