
ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા આયોજિત બનાસ સાહિત્ય ઉત્સવ ખાતે તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન સાથે પ્રભાતફેરીનું આયોજન કરાવામાં આવેલ છે
પરંપરાગત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સમાજ ઘડતરનું કાર્ય કરે છે.
આવી જ એક પરંપરા એટલે પ્રભાતફેરી, જે સૈકાઓ જૂની પરોઢીએ પ્રભુ ભજનથી લોકોને જગાડવાની રીત છે. આ ભજનો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ નથી પણ માનવ જીવનમાં મૂલ્યોનું મહત્વ દર્શાવતા આદ્યામિક પદ છે.
પહેલાના સમયમાં ગામની શેરીઓમાં જે અવાજ સાંભળી લોકોના દિવસની શરૂઆત થતી એવો અનુભવ આજે મળી શકે તે માટે 23 December રોજ તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રભાતફેરીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
રામસાગર અને મંજીરાને સથવારે નરસિંહ મહેતા અને અન્ય સર્જકોના પદ ગાતા પાલનપુર શહેર વિસ્તારમાં સવારે સાડા પાંચ વાગ્યે અંદાજે ત્રણ કિલોમીટર ચાલીશું.
આ અનુભવ લેવા આપ અહીં નોંધણી કરાવી શકો છો. અન્ય વિગત આપને વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે.

