
પ્રસ્તુત છે ગુજરાતના સમૃદ્ધ વારસાને ઉજવતી એક અનોખી સંગીતમય સાંજ - "કસુંબો: વારસાનું વહન, કલાનું જતન".
મુખ્ય કલાકાર જીગ્નેશ ગઢવી સાથે શબ્દો નું સંચાલન કરશે અજયસિંહ ચુડાસમા અને અન્ય કલાકારો - કીર્તિ સોલંકી, રાકેશ વાણી, કિશન રાઠોડ, સૌમ્ય સાધુ, ગોપાલ સોની અને રૂદ્રેશ દવે સાથે જોડાઈને માણો ગુજરાતી સાહિત્ય અને માતૃભાષાની એક અદભુત સફર.
આ કાર્યક્રમ માત્ર સંગીત પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં આપણા લોકપ્રિય ગુજરાતી ગીતો કઈ રીતે, શા માટે અને કયા સંજોગોમાં બન્યા તેની પાછળની રસપ્રદ વાતો પણ વણાયેલી છે. આપણી કલા અને સંસ્કૃતિના આ અદભુત સમન્વયના સાક્ષી બનવા આજે જ તમારી ટિકિટ બુક કરો.

