તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન છેલ્લા છ વર્ષ કરતા વધુ સમયથી કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કાર્યરત છે અને પરંપરાગત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સમાજ ઘડતરનું કાર્ય કરે છે. આવી જ એક પરંપરા એટલે પ્રભાતફેરી, જે સૈકાઓ જૂની પરોઢીએ પ્રભુ ભજનથી લોકોને જગાડવાની રીત છે. આ ભજનો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ નથી પણ માનવ જીવનમાં મૂલ્યોનું મહત્વ દર્શાવતા આદ્યામિક પદ છે. પહેલાના સમયમાં ગામની શેરીઓમાં જે અવાજ સાંભળી લોકોના દિવસની શરૂઆત થતી એવો અનુભવ આજે મળી શકે તે માટે ૧૪ સપ્ટેમ્બર, રવિવારના રોજ તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રભાતફેરીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રામસાગર અને મંજીરાને સથવારે નરસિંહ મહેતા અને અન્ય સર્જકોના પદ ગાતા અમદાવાદના સેેેટેેેેેેલાઇટ વિસ્તારમાં સવારે પાંચ વાગ્યે અંદાજે ત્રણ કિલોમીટર ચાલીશું. આ અનુભવ લેવા આપ અહીં નોંધણી કરાવી શકો છો. (વરસાદ પણ પ્રભાતિયા ગાવા આવી શકે છે તો તૈયાર રહેવું.) અન્ય વિગત આપને વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે.